POEMS - કવિતાઓ


લે સ્વીકારી, લે સ્વીકારી, અંજલી મારી હે ભગવાન 
આપ તું તારા પ્રેમ ને કૃપા, બીજા કશાનું મારે ન કામ .

તન-ધન  મારાં , બુદ્ધિ મારી ,
સ્વતન્ત્રતા મુજ , સ્મૃતીશક્તિ  સારી ,
જે કંઈ મારું , જે કઈ હું છું 
તે સઘળું તાવ ચારને ધરું છું .

એ સઘળું તો ભેટ જ તારી,
તને દઉં છું પાછું વાળી ,
એનું જે ચાહે તે કરજે ,
પ્રેમ ને કૃપા મુજને ધરજે ,
એટલું કેવળ બસ છે મારે .
                         [સંત ઇગ્નાસ  લોયોલા ]


Where the mind is without fear and the head is held high;
  Where knowledge is free;
Where the world has not been broken up into fragments by narrow domestic walls;
Where words come out from the depth of truth;
Where tireless striving stretches its arms towards perfection;
Where the clear stream of reason has not lost its way into the dreary desert sand of dead habit;
Where the mind is led forward by thee
Into ever-widening thought and action--
Into that heaven of freedom, my Father, let my country awake.

-Gitanjali 


ઇસુ સંઘના સ્થાપક, હે ઇગ્નાસ ,
અમ અંતરની ગુહ્ય ગુહામાં 
પ્રગતાવોને પ્રકાશ પ્રગટાવોને પ્રકાશ .

મોટા ઉમરાવને ઘેર  જન્મી 
પરાક્રમો કંઈ કીધાં અપાર 
દર્શન એવાં દિવ્ય થયાં કે 
યુવાન વયે છોડ્યો સંસાર 
ઇસુનામની લાગી પ્યાસ .

મોન્ત્સેરાત માં કર્યું જાગરણ 
માંનરેસામાં  પ્રગટ્યું જ્ઞાન 
રોમના યાત્રપથમાં સૂણી  
હૃદયમહીં પિતાની વાણ 
અમને એવો લાધો ઉજાસ 
 ઈશ્વરમય જીવન વિતાવ્યું
થયો ઇસુનો સાક્ષાત્કાર 
ઓઢી લયી કંથા સેવાની 
સમજાવ્યો જીવનનો સાર 
એવી દિલમાં પ્રગટાવો સુવાસ  
 યોસેફ મેકવાન 

 

 

No comments: